<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

જેતપુરમાં માતા સાથે મૈત્રીકરાર કરનારને પુત્રએ સરાજાહેર પતાવી દિધોઃ આરોપીની ધરપકડ

સફાઈ કર્મચારી કમલેશભાઈ વાઘેલાની હત્‍યા કરનાર આરોપી જયેન વાઘેલાને પોલીસે ગણત્રીના કલાકોમાં દબોચી લીધો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૮: શહેરના કણકીયા પ્‍લોટ વિસ્‍તારમાં બપોરના સમયે માતાના મૈત્રી કરારમાં ઊકળી ઉઠેલ પુત્ર એ માતાના મિત્રને છરીના બે ફામ ઘા જીકી હત્‍યા કરતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી ને દબોચી લીધો.

શહેરના કણકીયા પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા અને નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા કમલેશભાઈ અરવિંદભાઈ વાઘેલા (ઉં.વ.૩૭) ગતરોજ પોતાના નિત્‍યક્રમ મુજબ કામ પતાવી જમવા માટે ઘેર ગયેલ ત્‍યારે છાશ લેવાની હોય તેવો છાસ લેવા માટે બહાર નીકળતા તેના ઘરથી નજીક જ જાણે તેનો કાળ રાહ જોતો હોય, કમલેશભાઈ જતા હતા ત્‍યારે અચાનક એક શખ્‍સે તેને રોકી હજુ કંઈ વિચારે તે પહેલા જ પોતાની પાસે રહેલ છરી કાઢી કમલેશભાઈને આડેધડ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ના છૂટે કમલેશભાઈ લોહિયાળ હાલતમાં ત્‍યાં પડેલ હોય તેમના ભાઈ કપિલભાઈને જાણ કરેલ કે કમલેશભાઈને લાગી ગયેલ છે તેને સારવારમાં લઈ જવાના છે જેથી કપિલભાઈ તુરંત ઘટના સ્‍થળે પહોંચ્‍યા ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવેલા જોકે ફરજ પરના ડોક્‍ટરે તેમને મળત જાહેર કરેલ.

આ ઘટનાની જાણ શહેર પોલીસને કરાતા પોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરેલ. આ બનાવ અંગે માહિતી આપતા ડી વાય એસ પી આર એ ડોડીયા એ જણાવેલ કે જે જગ્‍યાએ હત્‍યા થયેલ ત્‍યાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ કરતા મરણ જનાર કમલેશભાઈને ૧૨ વર્ષ પહેલાં કાળુભાઈ પ્રેમજીભાઈ વાઘેલાનું અવસાન થયું હોય તેના પત્‍ની નીતાબેન  (કોઠારીયા, રાજકોટ) સાથે પ્રેમ સંબંધ થઈ જતા નીતાબેન સાથે મૈત્રી કરાર કરી બંને પતિ-પત્‍ની તરીકે રહેતા હતા. જેમાં નીતાબેનનો દીકરો જયેન વાઘેલાને આ સંબંધ પસંદ ન હોય તે જાણવા મળતા પોલીસે ચક્રો ગતિમાન કરી જયેન વાઘેલાને દબોચી લીધેલ.

(12:56 PM IST)