તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Saturday, 9th May 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે ધુમ્મસઃ લોકોમાં ભારે આશ્ચર્ય
અચાનક હવામાનમાં પલ્ટો : આકરા ઉનાળાનો અહેસાસ યથાવતઃ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યુ

ધોરાજીમાં છવાયેલ ધુમ્મસ નજરે પડે છે(તસ્વીરઃ કિશોર રાઠોડ-ધોરાજી)
રાજકોટ, તા.૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલ્ટા સાથે ભર ઉનાળે ધુમ્મસ છવાતા લોકોમાં આશ્ચર્ય છવાયુ છે.
ધોરાજી
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૯: ધોરાજી પંથકમાં છેલ્લા આઠ દિવસથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકોને આજે વહેલી સવારે અચાનક શિયાળાનો અહેસાસ થયો હતો. ૪૦ થી ૪૨ ડિગ્રી તાપમાનની વચ્ચે પરેશાન થઈ રહેલા ધોરાજીવાસીઓ માટે આજરોજ વહેલી સવારે અચાનક ગાઢ ધુમ્મસ છવાઈ જતાં આヘ
વહેલી સવારે છવાયેલા ગાઢ ધુમ્મસની સાથે સાથે ઝાકળ અને ઠંડીની લહેર પણ અનુભવાઈ હતી. ભર ઉનાળે શિયાળો હોય એ પ્રકારનું વાતાવરણ સર્જાતાં લોકો અચંબિત થઈ ગયા હતા. અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સવારે ધુમ્મસ અને ઠંડીનો અનુભવ થતાં લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. હવામાન વિભાગના મતે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી અને પવનની દિશા બદલાવાથી આ પકારની સ્થિતિ સર્જાઈ શકે છે.
જામનગર
હવામાન વિભાગના આંકડા મુજબ તા. ૦૯-૦૫-૨૦૨૬ના રોજ મહત્તમ તાપમાન ૩૭.૫ ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ૨૫.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
દિવસ દરમિયાન હવામાં ભેજનું પમાણ ૭૬% જેટલું ઊંચું રહેતા લોકોએ ગરમીની સાથે બફારાનો પણ સામનો કરવો પડ્યો હતો. પવનની ઝડપ ૧૧.૨ કિ.મી. પતિ કલાક નોંધાતા બપોરના સમયે ગરમીથી આંશિક રાહત મળી હતી.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા લોકોને બપોરે ૧૨ થી ૪ દરમિયાન તડકામાં બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને સુતરાઉ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં વધઘટ યથાવત્ રહેવાની શકયતા છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
