News of Friday, 11th September 2026
મોરબીમાં ભંગારના વેપારીઓ સાથે ૧૫.૯૮ લાખની છેતરપિંડી
કચ્છમાં કોપર વાયરના ભંગારનો સોદો કરાવી, એડવાન્સ પેમેન્ટ પેટે બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી માલ ન આપી ઠગાઈ આચરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૧: મહેન્દ્રનગર ખાતે ઘુંટું રોડ પર તુલસી પાર્કમાં રહેતા અને ‘ધરતી સ્ક્રેપ ટ્રેડીંગ' નામે ભંગારનો વેપાર કરતા હરીલાલ વિરૂજી ગુર્જર (ઉ.વ. ૪૨) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની અને અન્ય એક વેપારી અંકિત મહાદેવ વિકાણી સાથે આ છેતરપિંડી થઈ છે. આ ગુનામાં આરોપી નિતેષ લાભુભાઈ દેવીપૂજક (રહે. ઇન્દિરાનગર, મોરબી-૨) અને ઈરફાન (રહે. નાના ખીજડીયા, તા. ટંકારા) એ એજન્ટ તરીકે ભૂમિકા ભજવી હતી.
આરોપીઓએ કચ્છમાં માતાના મઢ પાસે એક પવનચક્કીની કંપનીમાં કોપર કેબલનો મોટો ભંગાર પડયો હોવાની વાત કરી, હરીલાલ અને અંકિતને ભંગાર બતાવી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ કંપનીના નામે માલ ખરીદવા માટે એડવાન્સ પેમેન્ટ કરવાનું કહીને કોટક મહિન્દ્રા બેન્કના એકાઉન્ટ નંબર ૯૦૫૦૩૫૪૩૪૭ માં હરીલાલ પાસેથી ૯,૪૮,૭૨૦ રૂપિયા અને અંકિત પાસેથી ૬,૫૦,૦૦૦ રૂપિયા મળી કુલ ૧૫,૯૮,૭૨૦ રૂપિયા ય્વ્ઞ્લ્ મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા.
રૂપિયા જમા થયા બાદ આરોપીઓએ કોઈ કોપર ભંગાર ભરી આપ્યો ન હતો અને મુખ્ય આરોપીઓ ઈમ્તીયાઝ તથા મયુરે પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. બાદમાં એજન્ટ ઈરફાને હરીલાલ સમક્ષ કબૂલાત કરી હતી કે આ કામમાં તેને ૨,૦૦,૦૦૦ રૂપિયાનું કમિશન મળવાનું હોવાથી બધાએ ભેગા મળીને અગાઉથી આ કાવતરું રચ્યું હતું. આ બનાવ અંગે હરીલાલની ફરિયાદના આધારે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે નિતેષ લાભુભાઈ દેવીપૂજક, ઈરફાન, કોટક મહિન્દ્રા બેન્કના ખાતાધારક, ઇમ્તીયાઝ અને મયુર સામે ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૧૬(૫), ૩૧૮(૨), ૩(૫) અને ૬૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ વાય. પી. વ્યાસ ચલાવી રહ્યા છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
