News of Thursday, 1st October 2026
કચ્છના કંડલા બંદરે પાકિસ્તાની સેંધા નમકનું ગેરકાયદે આયાત કૌભાંડ : ડીઆરઆઈએ ૫ કન્ટેનર અટકાવ્યા
પાકિસ્તાનથી આયાતનો પ્રતિબંધ હોવા છતાંયે બીજા દેશથી મંગાવી નિયમોનો ઉલાળીયો કર્યો, મહિલા આયાતકાર અને બે કસ્ટમ એજન્ટોની સઘન પૂછપરછ સાથે તપાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : કચ્છના બંદરો ઉપર કેન્દ્ર સરકારની આયાત નિકાસ નીતિનો ભંગ કરી ચાલતા કૌભાંડો વચ્ચે ફરી નવું પાકિસ્તાની રોક સોલ્ટ સેંધા નમકનું કૌભાંડ બહાર આવ્યું છે. પૂણે ડીઆરઆઈ દ્વારા સતત ત્રણ દિવસની તપાસ બાદ કંડલા બંદરે પાંચ કન્ટેનર અટકાવી વધુ તપાસ હાથ ધરાઈ છે.
કેન્દ્ર સરકારના હુકમ મુજબ મૂળ પાકિસ્તાની ઓરિજન ધરાવતી કોઈ પણ ચીજ વસ્તુની ડાયરેક્ટ અથવા બીજા દેશની પેઢીઓમાંથી પણ આયાત કરી શકાતી નથી. આ નિયમનો ઉલાળીયો કરનાર મહિલા આયાતકાર અને બે કસ્ટમ હાઉસ એજન્ટોની પૂછપરછ સાથે પૂણે ડીઆરઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
૨૫ લાખની કિંમતના ૫ કન્ટેનરો અટકાવી દેવાયા છે. આ આયાત કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં? અગાઉ આ રીતે આયાત કરાઈ છે કે નહીં? એ અંગે પણ એજન્સી દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
