<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

પ્રસિધ્‍ધ પરબધામ ખાતે ગુરૂપૂર્ણિમા પર્વ નિમિત્તે ધાર્મિક આયોજન

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ર૮ :  સૌરાષ્‍ટ્ર નાં પ્રસિધ અને પાવન પરબધામ ખાતે તા.૨૯ ગુરુપૂર્ણિમા ઉત્‍સવ ની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે.

પરબધામ નાં સંત મહંત પુ.કરશનદાસ બાપુ ની નિશ્રા માં સવારે છ કલાકે સદગુરુદેવ પુ.સેવાદાસબાપુની સમાધી પુજન કરાશે.

બાદમાં માતુશ્રી અલકનંદા,નિહારિકા,આકાશગંગા અને ક્ષિર સાગર પુજન કરાશે.સેવકગણ દ્વારા ગુરુદેવ પુ.કરશનદાસ બાપુ નું ગુરુવંદના સાથે પુજન થશે.

બાદમાં શાષાીય સંગીત અને શિવતાંડવ નું આયોજન કરાયુ છે.બપોરે તથા રાત્રે મહાપ્રસાદ નુ આયોજન કરાયું છે.ગુરુપૂર્ણિમા પર્વ નિમિતે દેશ વિદેશ માંથી હજારો સેવકો તથા ભક્‍તો પરબધામ ઉમટી પડી ગુરુવંદના કરશે.

(11:35 AM IST)