તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 4th October 2026
જૂનાગઢના માંગરોળ-કંકાસા વાયા મકોડી-વડલી રોડનું ૨કરોડ ૫૬ લાખના ખર્ચે નવીનીકરણ કરવા માટે ખાતમુહૂર્ત યોજાયું
આ રસ્તાના નિર્માણકાર્યથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોને દવાખાને જવા તેમજ અવરજવર કરવામાં મોટી રાહત મળશે

જૂનાગઢના માંગરોળ-કંકાસા વાયા મકોડી-વડલી રોડનું ૨કરોડ ૫૬ લાખના ખર્ચે નવીનીકરણ કરવા માટે ખાતમુહૂર્ત યોજાયું હતું. વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા આ રસ્તાના નિર્માણકાર્યથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોને દવાખાને જવા તેમજ અવરજવર કરવામાં મોટી રાહત મળશે.
આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટીયા, કેશોદના ધારાસભ્ય દેવા માલમ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જેઠાભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચો તેમજ સ્થાનિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ જણાવ્યું હતું કે આ રસ્તાના નિર્માણથી સમગ્ર વિસ્તારના સુચારુ વિકાસને નવો વેગ મળશે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
