News of Wednesday, 1st July 2026
ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ કરનાર તબીબોની સજા માફ કરવાના નિર્ણયને લઈને ભારે હોબાળો
વિવાદાસ્પદ નિર્ણયના વિરોધમાં NSUI અને ABVP જેવા વિદ્યાર્થી સંગઠનો રસ્તા પર ઉતર્યા :બંને સંગઠનોના કાર્યકરોએ કુલપતિની કચેરીએ એકઠા થઈને 6 કલાક સુધી ધામા નાખ્યા

ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ કરનાર તબીબોની સજા માફ કરવાના નિર્ણયને લઈને ભારે હોબાળો મચી ગયો છે. આ વિવાદાસ્પદ નિર્ણયના વિરોધમાં NSUI અને ABVP જેવા વિદ્યાર્થી સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. બંને સંગઠનોના કાર્યકરોએ કુલપતિની કચેરીએ એકઠા થઈને 6 કલાકથી વધુ સમય સુધી ધામા નાખ્યા હતા અને આ નિર્ણયને ગંભીર ભૂલ ગણાવીને તેને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી હતી.
શિક્ષણજગતને કલંકિત કરનારી અને વિદ્યાર્થીઓના માનસપટ પર ઊંડો આઘાત છોડનારી રેગિંગ જેવી ગંભીર ઘટનાઓમાં કડક પગલાં લેવાને બદલે ભાવનગરથી એક ચોંકાવનારા અને વિવાદાસ્પદ સમાચાર સામે આવ્યા છે
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
