News of Friday, 2nd October 2026
કચ્છ માતાના મઢ ખાતે જવા માટે જામનગરથી શ્રી આશાપુરા પદયાત્રા રાજપૂત સંઘ સતત ૩૦માં વર્ષે રવાના
પોલીસ લાઈનથી નાના આશાપુરા મંદિરે પૂજા-અર્ચના બાદ સંઘપતિ પ્રવિણસિંહ જાડેજાના નેતળત્વમાં પદયાત્રીઓ કચ્છ જવા રવાના, ૧૧ દિવસ ચાલીને માતાના મઢ પહોંચશે, રાજપૂત સમાજના આગેવાનોએ આપી વિદાય

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨: આસો નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે કચ્છ માતાના મઢ ખાતે બિરાજમાન દેશદેવી માં આશાપુરાના દર્શન માટે જામનગરથી શ્રી આશાપુરા પદયાત્રા રાજપૂત સંઘ સતત ૩૦માં વર્ષે રવાના થયો છે.
દર વર્ષે નવરાત્રિમાં દેશભરમાંથી હજારો પદયાત્રીઓ ચાલીને માતાના મઢે દર્શન કરવા પહોંચે છે. ત્યારે જામનગરનો આ રાજપૂત સંઘ છેલ્લા ૩૦ વર્ષથી નિયમિત રીતે પગપાળા યાત્રા કરી રહ્યો છે. આ સંઘ જામનગરથી નીકળીને ૧૧માં દિવસે માતાના મઢ ખાતે પહોંચશે.
આજે જામનગરના નાના આશાપુરા મંદિર ખાતે સંઘપતિ પ્રવિણસિંહ નટુભા જાડેજા તથા પદયાત્રીઓને રાજપૂત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાવભરી વિદાય આપવામાં આવી હતી. યાત્રા પહેલા પોલીસ લાઈનથી માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ કે. જાડેજા (રાજપૂત શક્તિ) દ્વારા કરવામાં આવ્યું હતું. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
