News of Friday, 18th September 2026
ભાયાવદર અને વાદીપરા ગામે દરોડાઃ જુગાર રમતા ૨૩ પકડાયા
કોટડાસાંગણી અને ભાયાવદર પોલીસે બે મકાન અને જાહેરમાં રમતા પર દરોડા પાડી કાર્યવાહી કરી

રાજકોટ,તા.૧૮: રાજકોટ જિલ્લામાં જુગારનું દુષણ વકર્યુ છે. વધુ ત્રણ સ્થળે દરોડા પાડી પોલીસે જુગાર રમતા ૨૩ને પકડી લીધા હતા. જેમાં કોટડાસાંગાણી પોલીસે વાદીપરા ગામની સીમમાં અને ભાયાવદર પોલીસે ભાયાવદરમાં ફુલવાળી શેરીમાં બે મકાનમાં દરોડા પાડી કાર્યવાહી કરી હતી.
કોટડાસાંગાણી પોલીસ વાદીપરગામની સીમમાં જુગારરમતા પ્રેમજી સવશીભાઇ જોભાણી (ઉ.વ.૭૦) કુંરજીભાઇ સાકરીયા (ઉ.વ.૫૦) કુરજી સવાભાઇ જાબુંકી (ઉ.વ. ૭૩) મનુ ભીમજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૨) અને જીતુ પોપટભાઇ ગાબુ (ઉ.વ.૫૨) રહે બધા વાદીપરા)ને રૂા. ૨૪૧૯૦ની રોકડ સાથે પકડી લીધા હતા.
બીજા દરોડામાં ભાયાવદર પોલીસે ભાયાવદમાં ઉમામીલ પાસે જુગારરમતા અશોક ભગવાનજીભાઇ કાથરોટીયા, (ઉ.વ.૪૬, રહે, ભાયાવદર,) (૨) ચીરાગ રમેશભાઇ ચાવડા (ઉ.વ.૩૨, રહે. ભાયાવદર, રંગોલી પાન પાસે (૩) સુનીલ અરજણભાઇ, કૃષ્ણનગર સોસાયટી, (૪) દીપક હરજીભાઇ ધુડશીયા, (ઉ.વ. ૫૬, રહે. મોટી વાવડી તા. ધોરાજી (૫) રાજેશ રૂડાભાઇ મારસોણીયા (ઉ.વ.૬૩ રહે.ભાયાવદર, ખીજડાશેરીન્ અને (૬) દિનેશ વલ્લભભાઇ વાસાણી (ઉ.વ.૬૨ રહે.કૃષ્ણનગર મેઇન રોડ, ભાયાવદર)ને રૂા.૨૩,૨૫૦ની રોકડ સહિત કુલ રૂા.૫૦,૨૫૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા.
ત્રીજા દરોડામાં ભાયાવદર પોલીસે ભાયાવદરમાં ફુલવાડીશેરીમાં મકાનમાં જુગાર રમતા (૧) પરેશ કરશનભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૯ રહે.ભાયાવદર, ફુલવાડી) (ર) યુવરાજ હરસુખભાઇ કટારીયા (ઉ.વ.૧૮ રહે.ભાયાવદર, ફુલવાડી શેરી) (૩) ભરત કરશનભાઇ ચોૈહાણ (ઉ.વ.રર રહે.ભાયાવદર, ફુલવાડી), (૪) હરેશ હીરાભાઇ પરમાર (ઉ.વ.૨૯ રહે.હરીયાસણ તા.જામકંડોરણા) (પ) સંજય કનુભાઇ રાઠોડ (ઉ.વ.૩૧ રહે.ભાયાવદર ફુલવાડી વિસ્તાર) (૬) પાર્થ ભરતભાઇ પરમાર (ઉ.વ.૧૮ રહે.જામજોધપુર, આંબેડકરનગર ) (૭) હેમંત કેશુભાઇ રાઠોડ (ઉ.વ.૩૬, રહે.ભાયાવદર, તા.ઉપલેટા) (૮) પ્રવીણ વીનોદભાઇ સોલંકી (ઉ.વ.રર રહે.મોટા ગુંદાળા, તા.જેતપુર) (૯) કાનજી અમૃતભાઇ ડાભી (ઉ.વ.૪૫ રહે.મોટા ગુંદાળા, તા.જેતપુર) (૧૦) મુકેશ મનસુખભાઇ પરમાર (ઉ.વ.૩૬ રહે.જુનાગઢ, બીલખા રોડ, આંબેડકરનગર) (૧૧) રૂત્વીક હરીભાઇ બગડા (ઉ.વ.૨૫ રહે.ચીખલીયા તા.ઉપલેટા) અને (૧૨) પીન્ટુ કુરજીભાઇ મકવાણા (ઉ.વ.૨૫ રહે.ગોલાધાર ગામ, તા.જી. જુનાગઢ)ને રૂા.૨૬ હજારની રોકડ, ૧૨ ફોન સહિત કુલરૂા. ૨.૧૮ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
