News of Saturday, 30th May 2026
મુન્દ્રામાં હડકાયા કૂતરાનો આતંકઃ ૨૫ જણને કરડતાં લોકોમાં ભય

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩૦: સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા કૂતરાના મુદ્દે અપાયેલો ચુકાદો ચર્ચામાં છે. તે દરમ્યાન કચ્છના મુન્દ્રામાં બસ સ્ટેશન ચોકથી આશાપુરા સોસાયટી વચ્ચે રખડતા હડકાયા કૂતરાનો ભોગ ૨૫ જેટલા લોકો બન્યા છે. મુન્દ્રા સરકારી હોસ્પિટલના તબીબ ડો. મંથન ફફલ એ પણ ભોગગ્રસ્તોને સ્થાનિકે સારવાર અને ઇન્જેક્શન અપાયા હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન મુન્દ્રાના સોસાયટી વિસ્તારોમાં રખડતા કૂતરાઓ વધી ગયા હોવાનું અને ટુ વ્હીલરો પાછળ દોડી ભય સર્જતા હોવાની ફરિયાદો ઉઠી છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
