News of Thursday, 25th June 2026
વિસાવદરમાં મોહરમમાં કાદરી પરિવાર દ્રારા છબીલનુ વર્ષોથી પરંપરાગત શાનદાર આયોજન
કરબલામા સહિદ થયેલ ૭૨ શહિદોની યાદમાં સતત દશ દિવસ દિવસ અલગ અલગ ન્યાઝ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદરમાં મોહરમમાં કાદરી પરિવાર દ્રારા છબીલનુ વર્ષોથી પરંપરાગત શાનદાર આયોજન કરવામાં આવે છે. જેમા તમામ સમાજના બાળકો, ભાઈઓ, બહેનોને નિયાજ આપવામા આવે છે. કરબલામા સહિદ થયેલ ૭૨ શહિદોની યાદમાં સતત દશ દિવસ દિવસ અલગ અલગ ન્યાઝનું આયોજન કરવામાં આવે છે અને જેમાં ચેવડો, ભજીયા, પાઉંભાજી, શરબત સહિત અનવીન વસ્તુઓ બનાવી અને નાના બાળકોને વિતરણ કરવામાં આવે છે.
વિસાવદરમાં ઘણાં વર્ષોથી છબીલનુ આયોજન કરવામાં આવે છે. જેમા સુલતાનમીયા હુશેનમીયા કાદરી, મેહબુબમીયા હુશેનમીયા કાદરી, આસીફ કાદરી(પત્રકાર), શકિલ કાદરી દ્રારા છબીલનુ દશ દિવસ આયોજન કરવામા આવે છે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
