<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

જામનગરમાં નવાગામઘેડ કોળી સમાજની વાડી શૌચાલય પાસે જાહેરમાં સીક્કા ઉછાળનો જુગાર રમતા ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા

પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂપીયા ૧૦,૨૪૧/-નો મદ્દામાલ પકડી પાડતી જામનગર સીટી "બી" ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લીપ્ત રાય (IPS) નાઓ ધ્વારા પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝલાનાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા સીટી બી ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સ. એન.એમ.ગઢવી નાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ. ડી.જી.રાજ તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સીટી બી. ડીવી. પો.સ્ટે.ના સ્ટાફના જયદિપસિંહ અમરસિંહ જાડેજા તથા કલ્પેશભાઈ રમેશભાઇ અધારા તથા અજયસિંહ એમ.ઝાલાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં નવાગામઘેડ કોળી સમાજની વાડી શૌચાલય પાસે રેઇડ કરતા આરોપી નં (૧) સચીન કીશોરભાઇ કંટારીયા જાતે.કોળી (ઉ.વ.૨૬ ) ધંધો.મજુરી( રહે.નવાઘામ ઘેડ પંચાયત ઓફીસ પાસે શેરી નં.૦૨ જામનગર) તથા નં.(૨) પ્રશાંત અનિલભાઇ જેઠવા જાતે. મોચી (ઉ.વ.૨૬) ધંધો-મજુરી (રહે.નવાઘામઘેડ વિમલ પાર્ક સોસાયટી, બ્લોક નં.૦૪, જામનગર) તથા નં.(૩) રાજેશ મેરૂભાઇ મેરાણી જાતે.કોળી (ઉ.વ.૪૧ )ધંધો મજુરી (રહે.રામેશ્વરનગર માટેલ ચોક જામનગર વાળા) ઓ જાહેરમાં સીક્કા ઉછાળનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂપીયા ૧૦,૨૪૧/-નો મદ્દામાલ કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો. કોન્સ. કલ્પેશભાઇ રમેશભાઇ અઘારાએ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ.કે.પી.સોઢા નાઓએ જુગાર ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી પોલીસ ઈન્સ. એન.એમ.ગઢવી સાહેબ તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. ડી.જી.રાજ તથા એ.એસ.આઈ. મુકેશસિંહ રાણા, પો.હેડ.કોન્સ. ક્રીપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, દશરથસિંહ પરમાર, જયપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. અજયસિંહ ઝાલા, સાજીદભાઈ બેલીમ, જયદીપસિંહ જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા, કલ્પેશભાઈ અઘારા, રવીકાંત રાઠૌર, કપીલભાઇ ગુજરીયા, દ્વારા કરવામાં આવેલ છે.

(11:31 PM IST)