<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

ગીર સોમનાથના શિક્ષકોને ફરી વધારાની કામગીરી સોંપાતા વિરોધ :સ્વાભિમાન પર્વમાં રૂટ સુપરવાઈઝરનું કામ સોંપાયું

શું શિક્ષકોને હવે કંડક્ટર કમ ગાઈડની ભૂમિકા ભજવવાની છે? શું રાજ્ય સરકાર પાસે આ કામગીરી માટે પ્રવાસન વિભાગ નથી? શૈક્ષિક મહાસંઘે વાંધો ઉઠાવ્યો

ગીર સોમનાથના શિક્ષકોને વધારાની કામગીરી સોંપાતા વિરોધ થયો છે. સોમનાથ સ્વાભિમાન પર્વમાં રૂટ સુપરવાઈઝરનું કામ સોંપાયું છે. તંત્રએ સોંપેલી કામગીરી સામે શૈક્ષિક મહાસંઘે વાંધો  ઉઠાવ્યો છે.  વસ્તી ગણતરી, ચૂંટણી, ચાલુ પરીક્ષા કાર્ય વચ્ચે આ કામ સોંપ્યું છે.  આવા આદેશ શિક્ષણની ગંભીરતા સામે સવાલ ઉભા કરે છે. શૈક્ષિક મહાસંઘે સવાલ કર્યો છે કે શું શિક્ષકોને હવે કંડક્ટર કમ ગાઈડની ભૂમિકા ભજવવાની છે? શું રાજ્ય સરકાર પાસે આ કામગીરી માટે પ્રવાસન વિભાગ નથી? “અગાઉ રાષ્ટ્રહિત સિવાયની કામગીરી ન સોંપવા વાત થઈ હતી.

(5:54 PM IST)