News of Friday, 2nd October 2026
ભેસાણના પરબવાવડીમાં માતાજીના મંદિરમાંથી ૧.૪૭ લાખની માલમત્તાની ચોરી
ચાંદીના છતર, સોનાનો છત્ર-દાણો, દાનપેટીના રોકડાની તસ્કરી કેમેરામાં કેદ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨: પરબવાવડી રહેતા જયરાજભાઈ વાલજીભાઈ સાકરીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત તા.૧૮ સપ્ટેમ્બરના રોજ રાત્રિના તસ્કરે સાકરીયા પરિવારના કૂળદેવી ખોડીયાર માતાજીના મંદિરના આગળના દરવાજાના તાળાનો હૂક તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
તસ્કર માતાજીની મૂર્તિ પર ચડાવેલા નાના-મોટા ચાંદીના રૂપિયા ૧ લાખની કિંમતના ચાંદીના ૮ છતર, સોનાનું નાનું છતર તથા સોનાનો દાણો અને બે દાનપેટીમાંથી રૂ.૭,૦૦૦ની રોકડ રકમ મળી કુલ રૂ.૧,૪૭,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટયો હતો.
સવારે પૂજારી અને પરિવારના સભ્યો મંદિરે પહોંચતા દરવાજા તૂટેલી હાલતમાં જણાતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું.
મંદિરના સીસીટીવી કેમેરા ચકાસતા રાત્રિના સમયે એક અજાણ્યો ઈસમ ચોરી કરતો નજરે પડ્યો હતો. ચોરીના બનાવ અંગે ગઈકાલે ફરિયાદ નોંધાવવામાં આવતા ભેંસાણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
