કેશોદ-ઉપલેટા ડેપોની એસ.ટી.બસોમાં આચારસંહિતા ભંગ અંગે રજૂઆત

રાજકોટઃ તા.૧૮,રાજ્યભરમાં ચૂંટણીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ પડી જાય છે. તેમ છતાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટીની બસમાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનું સામાજીક અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવેલ છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) ની જુનાગઢ ડિવિઝનની કેશોદ ડેપોની કેશોદ ગોધરા દાહોદ રાત્રે ૯:૩૦ના સમય દરમિયાન રાજકોટના પ્લેટફોર્મ ફોર્મ પર બસ નંબર GJ-18-Z T 3040 નંબરની બસમાં ગેટની સામે CM, PMની તસ્વીરો દેખાય તે પ્રકારે ચીપકાવેલી જોવા મળતા તેમજ મુસાફરો માટે પકડવાના જે હેન્ડલ હોય છે તેમાં હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી સરકારી જાહેરાત માં PM અને CMની આખી બસમાં મુસાફરોને દેખાય તે પ્રકારે તસ્વીર નજરે પડતી હતી તેમજ બસની અંદર પ્રધાનમંત્રીના ફોટા સાથેની પત્રિકા ચીપકાવવામાં આવેલી જોવા મળતા ગજેન્દ્રસિંહ દ્વારા ચુટણી અધિકારી અને કલેકટરને પત્રથી જાણ કરવામાં આવી છે. ઉપરાંત જુનાગઢ ડિવીઝનની ઉપલેટા ડેપોની બસમાં પણ આ રીતે ફોટા લાગેલ હોવાની પણ પત્રના અંતમાં રજૂઆત કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
