<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રવિણભાઇ લીબાસીયા અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન દલસાણીયાની સર્વાનુમતે વરણી

અગ્રણી નેતા દિલીપસિંહ ચુડાસમા અને ભરતભાઈ દલસાણીયાએ કરી સત્તાવાર જાહેરાત, ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત હોદ્દેદારોનું પુષ્પગુચ્છથી સ્વાગત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૩ : ધ્રોલ તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોના નામોની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તાલુકા પંચાયત ખાતે ગઈકાલે યોજાયેલી બેઠકમાં વિધિવત રીતે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 

 

અગ્રણી નેતા દિલીપસિંહ ચુડાસમા અને ભરતભાઈ દલસાણીયાએ ફાઇનલ નામોની સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રવિણભાઇ લીબાસીયા અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન દલસાણીયાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. 

 

નવા હોદ્દેદારોની વરણીના આ મહત્વના પ્રસંગે ધ્રોલ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, જામનગર કિસાન મોરચાના પ્રમુખ નવલભાઈ મુંગરા, ખારવા જિલ્લા પંચાયત સીટના સદસ્ય પતિ ડી.ડી. જીવાણી, મહામંત્રી કે.પી. ભીમાણી તેમજ સ્થાનિક આગેવાનો રસિકભાઈ ભંડેરી અને મનસુખભાઈ ચભાડીયા સહિત ભાજપના મોવડી મંડળના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

 

સત્તાવાર જાહેરાત બાદ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને ઉપસ્થિત તમામ અગ્રણીઓ, કાર્યકરો અને સમર્થકો તરફથી પુષ્પગુચ્છ આપીને ઉત્સાહભેર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. 

(3:49 PM IST)