News of Wednesday, 23rd September 2026
પોરબંદરઃ બોટમાંથી અકસ્માતે દરીયામાં પડી જતા ખલાસી ગુમ

(પરશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૩ : દરીયામાં બોટમાંથી અકસ્માતે દરીયામાં પડી જતા હીમંતભાઇ કાનાભાઇ મકવાણા (ઉ.વ.૩૮) રે. ધારાબંદરવાળા ગુમ થઇ ગયાની જાણ નવી બંદર મરીન પોલીસ સ્ટેશનને કરી હતી.
સૈયદ રાજપારા બંદરથી ર૪ નોટીકલ માઇલ દુર દરીયામાં ફિશીંગ કરતી બોટમાંથી અકસ્માતે દરીયામાં પડી જતા હીમંતભાઇ કાનાભાઇ મકવાણા મુળ ર. ધારા બંદર જાફરાબાદ હાલ સૈયદ રાજપરા ગામવાળો ગુમ થઇ ગયેલ છે. નવી બંદર મરીન પોલીસ સ્ટેશનના એએસઆઇ પી.એન.ભુવા તપાસ ચલાવે છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
