<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

પોરબંદર જિલ્લા કલેક્‍ટર એસ.ડી. ધાનાણીએ નાગરિકોને ‘સ્‍વ-ગણતરી' કરવા અપીલ

જિલ્લા કલેક્‍ટરે પોતે ઓનલાઈન ‘સ્‍વ-ગણતરી' કરીને નાગરિકોને સ્‍વ ગણતરી કરવા આપી પ્રેરણા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૮: આ વખતે નાગરિકોની સુવિધા માટે સરકારશ્રી દ્વારા એક વિશેષ પહેલરૂપે ‘સ્‍વ-ગણતરી' (Self-Enumeration) ની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. આ મહત્‍વપૂર્ણ રાષ્‍ટ્રીય કાર્યક્રમ સંદર્ભે પોરબંદર જિલ્લા કલેક્‍ટર શ્રી એસ. ડી. ધાનાણીએ જિલ્લાના તમામ નાગરિકોને આ ડિજિટલ પ્રક્રિયામાં સક્રિયપણે સ્‍વ-ગણતરી કરવા અપીલ કરી છે.

કલેક્‍ટર શ્રી એસ.ડી. ધાનાણીએ જણાવ્‍યું હતું કે, નાગરિકો પોતાના ઘરે બેઠા જ અત્‍યંત સરળતાથી ઓનલાઈન માધ્‍યમ દ્વારા પોતાના પરિવારની વિગતો સબમિટ કરી શકે તે માટે આ ઓપ્‍શન આપવામાં આવ્‍યો છે. આ ઓનલાઈન સ્‍વ-ગણતરી કરવાની સુવિધા આગામી ૩૧મી મે, ૨૦૨૬ સુધી ચાલુ રહેશે. વસ્‍તી ગણતરીની સત્તાવાર વેબસાઈટ se.census.gov.in પર જઈને નાગરિકો પોતાના ઘરની વિગતો નોંધી શકશે. આ પોર્ટલ પર દર્શાવેલા પ્રશ્નોના જવાબો માત્ર રેડિયો બટન (વિકલ્‍પો) પરથી સિલેક્‍ટ કરીને જ આપવાના હોવાથી આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી છે.

જે નાગરિકોનો કિંમતી સમય બચાવશે. કલેક્‍ટર શ્રી એસ. ડી. ધાનાણી પોતે પણ આ ઓનલાઈન માધ્‍યમનો ઉપયોગ કરીને પોતાની સ્‍વ-ગણતરી પૂર્ણ કરીને જિલ્લાના તમામ નાગરિકો સમયસર આ ઓનલાઈન પ્રક્રિયાનો લાભ લે અને સ્‍વ-ગણતરી કાર્યક્રમને સો ટકા સફળ બનાવે તેવી તેમણે અપીલ અને શુભેચ્‍છાઓ પાઠવી હતી.(

(10:48 AM IST)