<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

મોરબીમાં રૂ.46 લાખના દારૂ પ્રકરણમાં ફરાર આરોપીના ઘરે પોલીસ ત્રાટકી : ત્યાંથી પણ 2.88 લાખનો દારૂ-બિયર મળ્યો.

અલગ-અલગ બ્રાન્ડની વ્હિસ્કી, વોડકા અને બીયરની કુલ ૧,૫૮૫ બોટલ-ટીન જપ્ત : દરોડા દરમિયાન બંને આરોપી ભાઈઓ હાજર ન મળતા શોધખોળ હાથ ધરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી-અમરેલી રોડ પર વીસીપરા વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે ટ્રકમાંથી વિદેશી દારૂના કટિંગ વેળાએ એલસીબીએ ત્રાટકી રૂ. 46 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં ફરાર આરોપીના ઘરે બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા ત્યાંથી પણ રૂ.2.88 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાતા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
   પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમ રાત્રિ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, વીસીપરામાં અમરેલી રોડ પર દશામાતાના મંદિર પાસે વાડી વિસ્તારમાં રહેતા રોહિત ઉર્ફે બલુ બાબુભાઈ અગેચાણીયા અને તેના ભાઈ કિરીટ બાબુભાઈ અગેચાણીયાએ ભેગા મળીને પોતાના રહેણાંક મકાનની બાજુની ઓરડીમાં ઈંગ્લીશ દારૂનો સંગ્રહ કર્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ઓરડીમાં તપાસ કરતા તેમાંથી ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હિસ્કીની ૧૮૦ મિ.લી.ની ૮૧૬ બોટલ (કિં.રૂ. ૧,૦૨,000), પાર્ટી સ્પેશ્યલ ધ ઓરીઝનલ ગોલ્ડ પ્રિમિયમ વ્હિસ્કીની ૭૫૦ મિ.લી.ની ૯૬ બોટલ (કિં.રૂ. ૬૫,૮૫૬), ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશ્યલ વ્હિસ્કીની ૭૫૦ મિ.લી.ની પ૭ બોટલ (કિં.રૂ. ૩૨,૨૦૫), વ્હાઈટ સ્વાન ગ્રીન એપલ વોડકાની ૧૮0 મિ.લી.ની ર૪ર બોટલ (કિં.રૂ. ર૪,ર00) તથા ૭પ૦ મિ.લી.ની ૯ બોટલ (કિં.રૂ. ૫,૬૩૪), મેજીક મુમેન્ટ જામુન સ્પેશ્યલ મીંટ વોડકાની ૭૫૦ મિ.લી.ની ૩૬ બોટલ (કિં.રૂ. રર,પ૩૬), મીડ નાઈટ જામુન વોડકાની ૧૮૦ મિ.લી.ની ૧૯૨ બોટલ (કિં.રૂ. ૧૯,૨૦૦), કિંગફિશર રીગલ સ્ટ્રોંગ પ્રિમિયમ બીયરના પ૦૦ મિ.લી.ના ૪૮ ટીન (કિં.રૂ. ૬,૦૦૦), ૮ પી.એમ. સ્પેશ્યલ રેર વ્હિસ્કીની ૧૮0 મિ.લી.ની ૪૨ બોટલ (કિં.રૂ. ૫,૯૨૨) અને વિન્ટેજ ઓરેન્જ વોડકાની ૧૮૦ મિ.લી.ની ૪૭ બોટલ (કિં.રૂ. ૪,૭૦૦) મળી આવી હતી. પોલીસે કુલ ૧,૫૮૫ નંગ બોટલ-ટીન મળી રૂ. ૨,૮૮,રપ૩નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

(11:46 PM IST)