<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા પી.આઈ. હિરલબેન પટેલનું સન્માન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષ પણ ગણપતિની સ્થાપના કરવામાં આવેલ છે જેમાં ગંજીવાડા વિસ્તારમા ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી દ્વારા આ વર્ષ શહેરના જુદા જુદા નામાંકિત વ્યક્તિઓને આમંત્રણ આપી ગજાનંદ ગણપતિ દાદાની આરતી કરવામાં આવે છે જેમાં આજરોજ વિસાવદરના પી. આઈ હિરલ પટેલ દ્વારા ગણપતિ દાદાની આરતી ઉતારવામાં આવેલ હતી ત્યારબાદ ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદરના પ્રમુખ સુરેશભાઈ સાદરાણીના ધર્મપત્ની કાજલબેન સાદરાણી તથા મુરલીધર ડેરી વાળા સમીરભાઈ ડોબરીયાના પત્ની સોનલબેન દ્વારા મહિલા પીઆઇનું સન્માન કરવામાં આવેલ હતું.

(7:39 PM IST)