News of Sunday, 26th April 2026
ગીર સોમનાથ જિલ્લામાં લોકશાહીના પર્વની શાંતિપૂર્ણ શરૂઆત: વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર લાંબી લાઈનો
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદારોએ ઉત્સાહભેર કર્યું મતદાન, વેરાવળમાં નાગરિકો પવિત્ર મતાધિકાર વાપરવા ઉમટ્યા; નિષ્પક્ષ ચૂંટણી માટે તંત્ર સજ્જ

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૨૬ : ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત આજે રવિવારે મતદાન પ્રક્રિયાની શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત થઈ છે. વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વેરાવળ સહિત સમગ્ર જિલ્લામાં નાગરિકો પોતાના પવિત્ર અને કિંમતી મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહભેર મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે.
લોકોએ સવારના સમયે જ ગરમી શરૂ થાય તે પહેલા મતદાન કરી લેવા માટે ઉત્સાહ દાખવ્યો હતો. યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોમાં મતદાનને લઈને ભારે ઉમંગ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સમગ્ર જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. શાંતિપૂર્ણ અને ભયમુક્ત માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
