News of Friday, 31st July 2026
ધમલપુરમાં ઝડપાયેલ ૧ લાખ પ હજાર લીટર જવલનશીલ પેટ્રોલીયમ કેસમાં માલિકને પ૧ લાખનો દંડ ફટકારાયો
કલેકટર દ્વારા ર૦ હજાર લિટર જથ્થો રાજયસાત : કેસ રીમાન્ડ બાદ ચૂકાદો

રાજકોટ, તા. ૩૧: રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે પાંચ વર્ષ પહેલા ધમલપર ખાતે આવેલ બજરંગ ટ્રેડિંગ નામની પેઢીની આકસ્મિક તપાસણી કરતા અનઅધિકળત રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનું વેચાણ કરવામાં આવતું હોવાનું જણાતા સદરહુ સ્થળ ખાતે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. તપાસણી સમયે જણાયેલ ક્ષતિઓ/ ગેરરીતીઓ સબબ કુલ- ૧,૦૫,૦૦૦ લીટર જ્વલનશીલ પેટ્રોલિયમ સિઝર કરવામાં આવેલ. જે અનાધિકળત જથ્થા બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરી અને અનઅધિકળત રીતે મળી આવેલ જ્વલનશીલ પેટ્રોલિયમ બાબતે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ની કલમ-૬એ હેઠળ કલેક્ટરશ્રી સમક્ષ કેસ ચાલી જતા કુલ- ૧,૦૫,૦૦૦ લીટર પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો રાજ્યસાત કરવા હુકમ થયેલ. જેનાથી નારાજ થઈ સામાવાળા દ્વારા અપીલ અરજી દાખલ કરેલ અને કોર્ટ દ્વારા ફેર નિર્ણય કરવા કેસ રિમાન્ડ કરેલ. જે રિમાન્ડ કેસ કલેકટર સમક્ષ ચાલી જતા તપાસણી સમયે સીઝર કરેલ કુલ ૧,૦૫,૦૦૦ લિટર પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા પૈકી ૨૦,૦૦૦ લિટર પેટ્રોલિયમ પ્રવાહીનો રાજ્યસાત કરવા તથા બાકીનો ૮૫,૦૦૦ લિટર પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થાની કુલ કિંમત મુજબ રૂ. ૫૧,૦૦,૦૦૦/- નો દંડ જથ્થાના માલિક દિપેશભાઇ મહેતાને કરવામાં આવેલ છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
