News of Monday, 12th October 2026
જામનગર ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગની OPD હવે હિંમતનગર રોડ સ્થિત 200 બેડ પીડિયાટ્રિક બિલ્ડીંગ પાછળ કાર્યરત, દર્દીઓને નવા સ્થળે લાભ લેવા તંત્રનો અનુરોધ
આજથી ગાયનેકોલોજી વિભાગની તમામ સેવાઓનું સ્થળાંતર, સગર્ભા મહિલાઓ અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 12 : જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓ અને જાહેર જનતાની સુવિધા અર્થે હોસ્પિટલ તંત્ર દ્વારા ગાયનેકોલોજી (સ્ત્રીરોગ) વિભાગની OPD સોમવાર, તા. 12/10/2026 થી 200 બેડ પીડિયાટ્રિક બિલ્ડીંગ પાછળ, હિંમતનગર રોડ ખાતે સ્થળાંતરિત કરવામાં આવી છે.
આરોગ્ય સેવાઓમાં સુગમતા જળવાઈ રહે અને સારવાર અર્થે આવતી સગર્ભા મહિલાઓ, સ્ત્રીરોગ સંબંધિત સારવાર લેતી દર્દીઓ તથા ગ્રામ્ય કે દૂરના વિસ્તારોમાંથી આવતા સગાં-સંબંધીઓને કોઈ અગવડતા કે મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે હેતુથી જી. જી. હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ દર્દીઓ અને તેમના પરિજનોને સ્ત્રીરોગ સંબંધિત તમામ તપાસ અને સારવાર માટે હિંમતનગર રોડ પર આવેલ 200 બેડ પીડિયાટ્રિક બિલ્ડીંગ પાછળના નવા OPD વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
