<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

શ્રાવણ માસ અંતર્ગત સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ઓર્કિડ વિવિધ ફૂલોનો દિવ્ય શણગાર

પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી પ.પૂ.વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન

રાજકોટ તા.૬ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી પ.પૂ.વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસના આજે રવિવારે મુકુટ અને એમ્બ્રોઈડરી વર્કવાળા વાઘા સાથે ઓર્કિડ વિગેરે વિવિધ ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો. 

           શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વાદળી રંગના ઓર્કિડ તેમજ સફેદરંગના ફૂલોની માળાઓ અર્પણ કરવામાં આવી હતી.ગર્ભગૃહમાં સિંહાસનને   ગુલાબી, લાલ અને સફેદ રંગના  ઓર્કિડ ફૂલો દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામીજી દ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનૉ  લાભ  મોટી સંખ્યામાં ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો  અનુભવ કરેલ. 

પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે 04:30 થી 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.13-08-2026 થી તા.11-09-2026 સુધી  શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર- દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ,સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારુતિ યજ્ઞ, દર રવિવારે સાંજે 4:45 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન સાથે મહાસંધ્યા આરતી,દર સોમવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર,શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન સાથે દિવ્ય સત્સંગ કથા આદિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

(11:33 AM IST)