તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૦ મંગળવાર
News of Friday, 31st July 2026
ઉપલેટાના ૭૯ લાખના સાયબર ફ્રોડના ગુન્હામાં વોન્ટેડ રાજકોટનો નિલેશ વેકરીયા પકડાયો
જેતલસર ચોકડી પાસેથી રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો

રાજકોટ, તા. ૩૧ : ઉપલેટાના ૭૯ લાખના સાયબર ફ્રોડના ગુન્હામાં કોર્ટ દ્વારા ફરારી જાહેર કરાયેલ વોન્ટેડ રાજકોટના શખ્સને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.
ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી સાથે કુલ રૂ.૭૯,૭૧,૦૬૮/- નું સાયબર ફ્રોડ થયેલ. આ કામે ફ્રોડમાં ગયેલ નાણા આશીષ સુરેશચંદ્ર શેઠ રહે.રાજકોટવાળાના બેન્ક એકાઉન્ટમાં જમા થયેલ. જેથી ગુનાના આશીષ શેઠની ધરપકડ કરી તપાસ દરમ્યાન જાણવા મળેલ કે, ફ્રોડમાં ગયેલ નાણા, નયન કાંતીભાઈ ટીલવા રહે.જુનાગઢ તથા જગદીશ રવજીભાઈ કોટડીયા રહે.અમદાવાદ તથા નીલેશ વેકરીયા રહે.રાજકોટવાળાઓએ સાથે મળીને ખ્હ્ત્લ્ બેન્ક એકાઉન્ટ મનન્વી એન્ટરપ્રાઇઝ નામે પેઢી ખોલાવી, બેન્ક એકાઉન્ટની કીટ (પાસબુક, ખ્વ્પ્ કાર્ડ, ચેકબુક, સીમકાર્ડ) સાયબર ફ્રોડમાં ઉપયોગ કરવા સારૂ મુંબઈ ખાતે આપેલ. બાદ સાયબર ફ્રોડ આચરી આરોપીઓ ભેગા મળીને ફ્રોડના નાણા ઉપરોક્ત પેઢીના એકાઉન્ટમાં જમા કરાવતા જે બદલ આરોપીઓને તેમનું નક્કી કર્યા મુજબનું કમીશન મળતુ. બાદ ગુનાની તપાસ દરમ્યાન નયન ટીલવા તથા જગદીશ કોટડીયાની ધરપકડ કરવામા આવેલ અને નીલેશ રસીકભાઈ વેકરીયા રહે.કોઠારીયા, આસોપાલવ સોસાયટી, કોઠારીયા, રાજકોટવાળો આજદીન સુધી ગુનામાં પોતાની ધરપકડ ટાળી નાસતો ફરતો હતો. બાદ નામદાર કોર્ટે ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા-૨૦૨૩ ની કલમ ૭૨ મુજબ આરોપીને ફરારી જાહેર કરેલ. જેથી આરોપી વીશે રૂરલ ક્રાઇમ બ્રાંચ ચોક્કસ સચોટ માહિતી મેળવીને આરોપીને જેતપુર તાલુકા પો.સ્ટે. વિસ્તારના જેતલસર ચોકડી ખાતેથી પકડી પાડી, જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી, આગળની કાર્યવાહી માટે ઉપલેટા પોલીસ સ્ટેશન જાણ કરેલ છે.
આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર જે.પી.રાવ, પો.સબ ઈન્સ. આર.વી.ભીમાણી, કે.એમ.ચાવડા, એચ.સી.ગોહીલ, પી.એન. ભરવાડ,એ.એસ.આઈ. અનીલભાઇ બડકોદીયા, બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી, પો.હેડ કોન્સ. મનીષભાઈ વરૂ તથા રમણીકભાઈ મણવર, મનદીપસિંહ જાડેજા, તથા પો.કોન્સ. ભરતભાઈ ગમારા,શક્તિસિંહ ઝાલા, નીકુંજભાઈ સુતરીયા તથા ઈશીતભાઈ માણાવદરીયા તથા ભાવેશભાઈ મકવાણા તથા મીરલભાઈ ચંદ્રવાડીયા તથા ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ. સહિતના સ્ટાફે કરી હતી.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
