<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

મોરબીના હળવદમાં મોડી રાત્રે NDRF-SDRFનું સફળ રેસ્ક્યુ : ખેતરમાં ફસાયેલા ૫૫ લોકોને ઉગારાયા

ભારે વરસાદના લીધે જુના માલણીયાદ અને સુખપર ગામે ફસાયેલા બાળકો, મહિલાઓ અને પુરુષોને સલામત સ્થળે ખસેડાયા

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી : મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ભારે વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી વચ્ચે જુના માલણીયાદ અને સુખપર ગામના ખેતરોમાં ૫૫ જેટલા નાગરિકો ફસાઈ ગયા હતા, જેમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થતો હતો.

 

પરિસ્થિતિની ગંભીરતા સમજીને મોડી રાત્રે જ NDRF, SDRF અને ગુજરાત પોલીસના જવાનોએ સંયુક્તપણે મોટો બચાવ યજ્ઞ આદર્યો હતો. ધાંધાદારી વરસાદ અને અંધારા વચ્ચે પણ જવાનોએ ભારે જહમત ઉઠાવીને તમામ ૫૫ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા અને સલામત સ્થળે ખસેડીને મોટી દુર્ઘટના ટાળી હતી.

(10:05 AM IST)