<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

"ગૌમાતા સન્માન આહવાન" અંતર્ગત આજે મંગળવારે રાષ્ટ્રીય ટ્વીટર અભિયાન

ગૌ સુરક્ષા અને સંરક્ષણ માટે વ્યાપક હસ્તાક્ષર અભિયાનના બે તબક્કા પૂર્ણ થયા બાદ ડીઝીટલ માધ્યમના ઉપયોગ દ્વારા પ્રાર્થના પત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીને મોકલવાનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ :  સમગ્ર ભારત દેશમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન ગૌ માતાને સંવૈધાનિક રીતે સમ્માન સાથે રાષ્ટ્રીય માતા ઘોષિત કરવામાં આવે તેમજ ગૌ સુરક્ષા અને સંરક્ષણ માટે વ્યાપક હસ્તાક્ષર અભિયાનના બે તબક્કા પૂર્ણ થયા બાદ ડીઝીટલ માધ્યમના ઉપયોગ દ્વારા એક પ્રાર્થના પત્ર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મોકલવાનું આયોજન કરવામાં આવેલ છે.

 તા.ચોથી ઓગસ્ટ મંગળવારના સાંજના છ થી સાત વાગ્યા સુધી વડાપ્રધાનના ટ્વીટર હેન્ડલ X (@PMOindia) પર ગૌ માતાની સુરક્ષા, સમ્માન અને સંરક્ષણના ૩૬ મુદ્દાઓ સાથેનું લેખિત પ્રાર્થના પત્ર મોકલવાનું આહવાન કરવામાં આવ્યું છે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે ગૌ સમ્માન આહવાન અભિયાનના પૂર્ણ થયેલા બે તબક્કામાં દેશભરમાંથી ૨૦ કરોડથી વધુ હસ્તાક્ષરો વહીવટી તંત્રના માધ્યમથી સુપ્રત કરવામાં આવ્યા છે, હવે ત્રીજા તબક્કા પહેલા વર્તમાન સમયમાં જેનો સંદેશાની આપ લે માટે ખુબ જ ઉપયોગ થાય છે તેવા ડીઝીટલ માધ્યમ દ્વારા સીધા વડાપ્રધાનને જ સંદેશ પહોચાડવા માટે ટ્વીટર હેન્ડલના માધ્યમથી પ્રાર્થના પત્ર પહોચાડવાનું આહવાન કરવામાં આવ્યું છે ત્યારે ગૌ પ્રેમી અને ગૌભક્તોને પોતાના મોબાઈલમાં ટ્વીટર ડાઉનલોડ કરી ગૌ સમ્માન આહવાન અભિયાનના ગ્રુપોમાં આપવામાં આવેલ મેસેજને કોપી કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટ્વીટર પર મોકલવા ગૌ સમ્માન આહવાન અભિયાન સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.

(9:30 AM IST)