News of Wednesday, 1st July 2026
અંજારમાં કાર અથડાતા નર્મદાનો એરવાલ્વ તૂટ્યો: પાણીના ફૂવારા હાઈટેન્શન લાઈન સુધી ઉછળ્યા
કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી રોડની બાજુમાં નર્મદા પાઈપલાઈનનાએરવાલ્વ સાથે ભટકાઈ :જોરદાર ટક્કરને કારણે એરવાલ્વ તૂટી ગયો

કચ્છના અંજાર બાયપાસ નજીક રિવેરા ફાર્મ પાસે આજે નર્મદાની મુખ્ય પાઈપલાઈનમાં સર્જાયેલી એક અકસ્માતની ઘટનાને પગલે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી રોડની બાજુમાં આવેલા નર્મદા પાઈપલાઈનના એરવાલ્વ સાથે ભટકાઈ હતી.આ જોરદાર ટક્કરને કારણે એરવાલ્વ તૂટી ગયો હતો. જેના લીધે તેમાંથી પાણીના ફુવારા આસમાનને આંબી રહ્યા હતા.
અકસ્માતને પગલે રોડ પર પાણી પાણી થઈ ગયું હતું. અંજાર બાયપાસ પર પાણી ફરી વળતા વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.બનાવની જાણ થતા જ સ્થાનિક તંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો પ્રવાહ રોકવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માતમાં કારને પણ મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
