તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Thursday, 30th April 2026
કચ્છના જખૌ દરિયાકાંઠેથી ફરી મળ્યા માદક પદાર્થ: મરીન પોલીસે 10 બિનવારસી પેકેટ કબ્જે કર્યા
જખૌ દરિયાકિનારે ખિદરત ટાપુ પાસે બિનવારસી હાલતમાં માદક પદાર્થના 10 પેકેટ મળ્યા :મરીન પોલીસે વધુ તપાસ અને સર્ચ ઓપરેશન તેજ કર્યું

કચ્છના જખૌ દરિયાકાંઠેથી જખૌ મરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થના 10 બિનવારસી પેકેટ મળી આવ્યા છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, જખૌ મરીન પોલીસની ટીમ જ્યારે દરિયાઈ વિસ્તારમાં રૂટિન પેટ્રોલિંગ પર હતી, ત્યારે ખિદરત ટાપુ પાસે કેટલાક શંકાસ્પદ પેકેટો તરતા અને કાંઠે પડેલા જોવા મળ્યા હતા. પોલીસે તપાસ કરતા આ પેકેટો માદક પદાર્થના હોવાનું માલુમ પડ્યું હતું. છેલ્લા બે દિવસમાં પોલીસને કુલ 10 જેટલા આવા બિનવારસી પેકેટ મળી ચૂક્યા છે.
આ પેકેટો કયા પ્રકારના નશીલા પદાર્થના છે, તેની ફોરેન્સિક તપાસ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. દરિયાઈ લહેર સાથે આ પેકેટો ભારતીય સરહદમાં ઘસડાઈ આવ્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે. જખૌ મરીન પોલીસે આ ઘટના બાદ આસપાસના ટાપુઓ અને દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છનો દરિયાકાંઠો લાંબો હોવાથી પાકિસ્તાન તરફથી ફેંકવામાં આવેલા ડ્રગ્સના પેકેટો અવારનવાર અહીં મળી આવતા હોય છે. સુરક્ષા એજન્સીઓ સતર્ક હોવાથી ડ્રગ્સ માફિયાઓના મનસૂબા સફળ થઈ રહ્યા નથી. હાલમાં આ પેકેટ ક્યાંથી આવ્યા અને કોના દ્વારા ફેંકવામાં આવ્યા છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
