તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Thursday, 21st May 2026
પોરબંદરમાં મંગેતરના હાથે નણંદની હત્યાઃ સગાઇ તોડવા અંગેનું મનદુઃખ
મંગેતર સુહાસી રાયચુરા અને તેના માતા પિતા સામે હત્યાનો ગુન્હોઃ ઝપાઝપીમાં ધક્કો મારીને કબાટ સાથે માથું ભટકાવતા વૃંદાબેનનું ગંભીર ઇજા બાદ મૃત્યુઃ મૃતક જૂનાગઢથી પરસોતમ માસ કરવા આવેલ હતા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૧: સગાઇ તોડવા અંગેની વાતને લઇને મનદુઃખથી ઝઘડામાં મંગેતરે તેના નણંદ વૃંદાબેનની હત્યા કરી નાખતા ચકચાર જાગી છે.
સગાઇ તોડવા અંગેની વાતના મનદુઃખથી હિત પોપટની મંગેતર સુહાસી રાયચુરા અને તેને મદદગારીમાં સુહાસીના પિતા જગદીશભાઇ રાયચુરા અને માતા શિલ્પાબેને જૂનાગઢથી પોરબંદર પુરૂષોતમ માસ કરવા આવેલ સુહાસીના નણંદ વૃંદાબેન સાથે ઝઘડામાં ઝપાઝપીમાં વૃંદાબેનને આરોપીઓએ વૃંદાબેનને ધકકો મારીને કબાટમાં ભટકાવતા માથા અને શરીરે ગંભીર ઇજા થયા બાદ વૃંદાબેનનું મૃત્યુ થયું હતું. આ કરૂણ બનાવથી પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો ફરીયાદી હિત પોપટની સુહાસી સાથે પરિવારજનોની સહમતીથી સગાઇ થઇ હતી.
આ હત્યા અંગે હિત કિરીટભાઇ પોપટએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી સુહાસી રાયચુરા (જગદીશભાઇ રાયચુરાની પુત્રી), પિતા જગદીશભાઇ મિલાધરભાઇ રાયચુરા, માતા શિલ્પાબેન જગદીશભાઇ રાયચુરા રે. ઝુંડાળાવાળ ત્રણેય સામે ફરીયાદ નોંધાવી છે. આ બનાવની તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર આર. જે. રામ ચલાવી રહયા છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
