<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

વિસાવદર ખાતે બુધવારે ‘સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬’નુ સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને જિ.પં.પ્રમુખ લીનાબેન કાવાણીના હસ્તે ઉદ્ઘાટન

મેળો તારીખ ૨૮ ઓક્ટોબર ૨૦૨૬થી ૦૩ નવેમ્બર ૨૦૨૬ સુધી દરરોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે

વિસાવદર : નગરપાલિકા અને ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશનના સંયુક્ત ઉપક્રમે સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી વિસાવદર નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો મંગલ પ્રારંભ તારીખ ૨૮-૧૦-૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં થશે. આ મેળો તારીખ ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ થી ૦૩ નવેમ્બર ૨૦૨૬ સુધી દરરોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.
સાંસદશ્રી અને મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન : આ ભવ્ય શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન જુનાગઢ લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા તથા જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી લીનાબેન વિપુલભાઈ કાવાણીના વરદ હસ્તે કરવામાં આવશે.
‘વોકલ ફોર લોકલ’ નો મંત્ર થશે સાર્થક : ‘હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ ના સુત્રને સાર્થક કરવાના હેતુ સાથે યોજાઈ રહેલા આ મેળામાં સ્થાનિક કારીગરો અને વેપારીઓ દ્વારા તૈયાર કરાયેલી વૈવિધ્યસભર ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે, જે ગ્રાહકો માટે ખરીદીની સુવર્ણ તક પૂરી પાડશે. વિસાવદર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ દયાબેન ભરતભાઈ સોલંકી, ઉપપ્રમુખ રમેશભાઈ વ્રજલાલભાઈ માંગરોલીયા તથા ચીફ ઓફિસર ભાવિનભાઈ કાંધાણી સહિત નગરપાલિકાના તમામ સભ્યઓ અને કર્મચારી ગણ દ્વારા નગરજનોને આ મેળાની મુલાકાત લઈ સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(10:59 PM IST)