તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Thursday, 17th September 2026
નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જામનગર વિશ્વકર્મા મંદિરે સાંસદ પૂનમબેન માડમએ પૂજા-અર્ચના અને આરતી કરી
આપણા દેશની પ્રગતિ અને નિર્માણની યાત્રાને સતત નવી ઊંચાઈઓ પ્રાપ્ત થાય એવી હૃદયપૂર્વક પ્રાર્થના : સાંસદ પૂનમબેન માડમ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ : ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસરે તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિશ્વકર્મા મંદિરે દર્શન કરી જામનગરના સાંસદ પૂનમબેન માડમ એ ભગવાન શ્રી વિશ્વકર્માજીની પૂજા-અર્ચના અને આરતી કરી હતી.
ભગવાન શ્રી વિશ્વકર્માજી આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અખૂટ શક્તિ અર્પે તથા તેમના નેતૃત્વમાં આપણા દેશની પ્રગતિ અને નિર્માણની યાત્રાને સતત નવી ઊંચાઈઓ પ્રાપ્ત થાય એવી હૃદયપૂર્વક પ્રાર્થના સાંસદ પૂનમબેન માડમએ કરી હતી.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
