<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

અમરેલીમાં બ્રહ્માકુમારી દ્વારા માતૃદિવસની ઉજવણી

અમરેલી, માતળ દિવસ નિમિતે બ્રહ્માકુમારી દિવ્‍ય અનુભૂતિ ભવન કેરીયારોડ, હેપીહોમ સ્‍ટેશનરોડ, મનમના ભવન જેસીંગપરા સેવા કેન્‍દ્ર ખાતે સુખી પરિવારનો આધાર સ્‍તંભઃ બા-બહુ-બેટી કાર્યક્રમમાં બહુ-તોહની સરિતા અને બેટી - સંસ્‍કારોનું સરોવર, જેવા વિષયો ઉપર બ્રહ્માકુમારી બહેનો ધ્‍વારા સુંદર જીવનોપયોગી માર્ગદર્શન આપેલ. પરિવારમાં પ્રેમ ,સંસ્‍કાર અને પરસ્‍પર સમજણ ધ્‍વારા ઘરને સ્‍વર્ગ સમાન બનાવવામાં પ્રેરણાદાયી સમજુતી આપવામાં આવેલ. વિવિધ એકિટવિટટ્‍ઝ, રમતો અને આધ્‍યાત્‍મિક પ્રવળતિઓ દ્વારા પરિવારના સભ્‍યો વચ્‍ચે હળીમળીને રહેવાની કળા શિખવવામાં આવેલ. હાજર લોકોએ સુખી અને સંસ્‍કારી બનાવવા પ્રતિજ્ઞા લીધેલ. આ પ્રસંગે નગર પાલિકા અમરેલીના નવા ચુંટાયેલા મહિલા સભ્‍યોનું તેમજ શહેરની વિશિષ્ટ મહિલાઓને સન્‍માનિત કરવામાં આવેલ. સફળ બનાવવા માટે બ્રહ્માકુમારી ગીતાદીદી, કિજલબહેન, કંચનબહેન, અર્ચનાબહેન, દિપાલીબહેન, તળપ્તિબેન તેમજ સર્વ બહેનો, કુમારીઓ અને માતાઓએ સુંદર સેવાઓ આપેલ. તેમ ફિલ્‍ડ રીપોટર બ્ર.કુ, આઈ.પી. બારડની યાદી જણાવે છે. (તસ્‍વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ, અમરેલી) 

(1:49 PM IST)