News of Sunday, 5th July 2026
અમરેલીના ખાંભા ગ્રામ્ય, જાફરાબાદ અને રાજુલા પંથકમાં 12 ઇંચથી વધુ તોફાની વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો
ધાતરવડી અને રાયડી ડેમ ઓવરફ્લો થતાં 11થી વધુ ગામોને હાઈએલર્ટ પર :ધાતરવડી ડેમના 20 દરવાજા ખોલાયા: પીપાવાવ પોર્ટ ફોરવે હાઈવે પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ

રાજુલા અને ખાંભા પંથકમાં અમરેલી જિલ્લાના રાજુલા અને ખાંભા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાંભા ગ્રામ્ય, જાફરાબાદ અને રાજુલા પંથકમાં 12 ઇંચથી વધુ તોફાની વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. ધાતરવડી અને રાયડી ડેમ ઓવરફ્લો થતાં 11થી વધુ ગામોને હાઈએલર્ટ પર મૂકાયા છે. ધાતરવડી ડેમના 20 દરવાજા પણ ખોલાયા છે. પીપાવાવ પોર્ટ ફોરવે હાઈવે પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ ફરી વળતાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. પોર્ટ તરફ જવાના મુખ્ય માર્ગ પર કટોકટીભરી સપાટીએ પાણી વહી રહ્યું હોવાના કારણે પોર્ટમાં જતા-આવતા તમામ નાના-મોટા વાહનો અને ટ્રાન્સપોર્ટ કન્ટેનરો રસ્તામાં જ અટવાઈ ગયા છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
