તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Tuesday, 22nd September 2026
મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો
GMBના નવા બંદર અધિકારીનું કર્મચારી મહામંડળ દ્વારા સ્વાગત કરાયું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત મેરી ટાઈમ બોર્ડ નવલખી મોરબી ખાતે FGM બંદર અધિકારી તરીકે નવા અધિકારી કેપ્ટન અરવિંદકુમાર મીશ્રા હાજર થતા ગુજરાત મેરી ટાઈમ બોર્ડ કર્મચારી મહામંડળ ગાંધીનગરના ઉપપ્રમુખ તેમજ સ્થાનિક કર્મચારી સંધ મોરબીના પ્રમુખ જે.એલ.ધાંજા તથા મંત્રી જે.ટી.નાચિયા તથા ઉપપ્રમુખ ભરતભાઈ સોલંકી તથા કારોબારી સભ્ય વિક્રમસિંહ જાડેજાએ મોરબી ખાતે નવા હાજર થયેલ શ્રી કેપ્ટન બંદર અધિકારીને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા મુલાકાત લીધી હતી સુભેક્ષા મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
