<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો.

આંગણવાડીના હેલ્પર બહેનોને કેન્સરના લક્ષણો અને તેના બચાવના ઉપાયોથી માહિતગાર કરાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મહિલાઓમાં વધતા જતા બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર જેવા ગંભીર રોગો સામે વહેલી તકે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા એક વિશેષ આરોગ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘટકના બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન ચારોલાન માર્ગદર્શન હેઠળ સ્થાનિક ‘શાશ્વત હોસ્પિટલ’ ખાતે આ સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારનો મુખ્ય હેતુ આંગણવાડીના હેલ્પર બહેનોને કેન્સરના લક્ષણો અને તેના બચાવના ઉપાયોથી માહિતગાર કરવાનો હતો,જેથી તેઓ સમાજના છેવાડાના પરિવારો સુધી આ સ્વાસ્થ્ય સંદેશ પહોંચાડી શકે. આ સેમિનારમાં શાશ્વત હોસ્પિટલના ડૉ. અશ્વિની જસાણી અને સેન્ટર હેડ ડૉ. અંકિતા પટેલે ઉપસ્થિત બહેનોને બંને કેન્સર અંગે તબીબી માર્ગદર્શન પૂરું પાડી વહેલા નિદાનનું મહત્વ સમજાવ્યું હતું.

 આ તકે પર્યાવરણ જતનના સંદેશ સાથે ‘ગાયત્રી ચેતના સેન્ટર’ તરફથી તમામ આંગણવાડીઓ માટે ઔષધીય અને પર્યાવરણીય રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. ઘટક-૨ ના મુખ્ય સેવિકાઓ તેમજ તમામ આંગણવાડીના હેલ્પર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(1:14 AM IST)