તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Thursday, 16th July 2026
સબ જેલની મુલાકાત લઈ મોરબી જીલ્લા કલેકટરે કેદીઓ માટેની સુવિધાઓ અને જેલ વ્યવસ્થાની સઘન સમીક્ષા કરી.
કેદીઓ સાથે સંવાદ કરી આરોગ્યની પૂછપરછ કરી; જેલના ભોજનની ગુણવત્તા પોતે ચાખીને ચકાસી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બને અને જેલ નિયમોનું ચુસ્ત પાલન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી સબ જેલની મુલાકાત લઈ વ્યાપક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન જેલના વિવિધ સત્તાવાર રજિસ્ટર્સ અને કેદીઓના મુલાકાતીઓ અંગે રાખવામાં આવતા રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરી હતી.
કલેક્ટરએ જેલની જુદી-જુદી બેરેકમાં રૂબરૂ જઈને કેદીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમના સ્વાસ્થ્ય તેમજ જેલ પ્રશાસન તરફથી મળતી સુવિધાઓ અંગે પૃચ્છા કરી હતી. જેલમાં કેદીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાના માપદંડ ચકાસવા માટે કલેક્ટરએ પોતે જેલમાં ભોજનનો સ્વાદ ચાખીને રાંધેલા ખોરાકની ગુણવત્તાની પ્રત્યક્ષ ખાતરી કરી હતી. તેમણે માનવીય અભિગમ સાથે કેદીઓ માટેના ટોઇલેટ તેમજ બાથરૂમ વિસ્તારની મુલાકાત લઈ ત્યાંની ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
મહિલા કેદીઓની બેરેકમાં જઈને તેમણે મહિલાઓની સુરક્ષા, સલામતીના સંવેદનશીલ મુદ્દાઓ અને પરિસરમાં જળવાતી સ્વચ્છતાની પરિસ્થિતિની વિશેષ ચકાસણી કરી હતી. સમગ્ર જેલ કેમ્પસનું ખૂણે-ખૂણેથી બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ કલેક્ટરએ જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થા અને માનવીય દૃષ્ટિકોણથી જરૂરી એવા જેલ સુધારાત્મક પગલાંઓ અમલમાં મૂકવા માટે જેલર સહિતના હાજર અધિકારીઓને સ્થળ પર જ રચનાત્મક સૂચનો આપ્યા હતા
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
