<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

મોરબી જિલ્લા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે વર્ચ્યુઅલી બેઠકના માધ્યમથી વહીવટી તંત્રની કામગીરીની સમીક્ષા કરી.

જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી, પ્રગતિ હેઠળના વિકાસકામો અને પ્રજાલક્ષી યોજનાઓના અમલીકરણની વિસ્તૃત માહિતી મેળવી વહીવટી તંત્રને જરૂરી નિર્દેશો આપ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્ર સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં પ્રભારી સચિવએ જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી, પ્રગતિ હેઠળના વિકાસકામો અને પ્રજાલક્ષી યોજનાઓના અમલીકરણની વિસ્તૃત માહિતી મેળવી વહીવટી તંત્રને જરૂરી નિર્દેશો આપ્યા હતા.
    સમીક્ષા દરમિયાન મેડિકલ કૉલેજના બાંધકામની પ્રગતિ, પાણી પુરવઠાની યોજનાઓની સ્થિતિ અને ગામડાંઓમાં પીવાના પાણીની ઉપલબ્ધતા, આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અને ગાય નિભાવ માટે આપવામાં આવતી સહાયની સમીક્ષા, સિંચાઈ વિભાગ(સ્ટેટ) પાસેથી ડેમમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો તથા સિંચાઈ વિભાગ(પંચાયત) દ્વારા નાના  ચેક ડેમના રીસ્ટોરેશન અંગેની વિગતો, શિક્ષણ વિભાગની નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના તથા NMMS સહિતીની યોજનાઓ તથા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટેની કામગીરી અને આઇસીડીએસની પોષણ ટ્રેકર સહિતની યોજનાઓ તેમજ મહિલા અને બાળ વિભાગ સહિત વિવિધ વિભાગોની કામગીરી અંગે સઘન સમીક્ષા કરવામાં આવી હતી.
  બેઠક દરમિયાન વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા અમલી યોજનાઓ અને પ્રજાલક્ષી કામગીરીની માહિતી રજૂ કરવામાં આવી હતી. બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર,  નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગીરથસિંહ ઝાલા, પ્રાંત અધિકારીઓ, મામલતદાર અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા

(11:55 PM IST)