News of Wednesday, 9th September 2026
મોરબીમાં ભાવેશને બાબુ, મકબુલ અને સલિમે પાઇપથી ફટકારતાં હાથમાં ફ્રેકચર
ભાવેશ ચાલીને વાવડી રોડ દરગાહ પાસેથી નીકળતાં ત્રણેયએ સામુ કેમ જોવે છે? કહી ડખ્ખો કર્યોઃ યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૯: મોરબીમાં રહેતાં યુવાનને સામુ જોવા મામલે ત્રણ ભાઇઓએ સાથે મળી ઢીકાપાટુ અને પાઇપથી માર મારતાં હાથમાં ફ્રેકચર થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
જાણવા મળ્યા મુજબ મોરબીમાં વાવડી રોડ પર ગોમતીનાથ સોસાયટીમાં રહેતો ભાવેશભાઇ જલાભાઇ દેવસુર (ઉ.વ.૩૩) ગત સાંજે પાંચેક વાગ્યે વાવડી રોડ પર પીરની દરગાહ નજીકથી ચાલીને નીકળ્યો ત્યારે અહિ ઉભેલા બાબુ સંધી અને તેના બે ભાઇઓ મકબુલ તથા સલિમે તું કેમ અહિથી નીકળે છે? અમારી સામે કેમ જોવે છે? કહી ઝઘડો કરી મારામારી કરી હતી. ત્રણેયએ ઢીકાપાટુ અને લોખંડના પાઇપથી ફટકારતાં ભાવેશ પડી ગયો હતો.
દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં તેને વધુ મારથી બચાવ્યો હતો. મોરબી હોસ્પિટલમાં સારવાર લઇ ભાવેશ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી સીટી પોલીસને જાણ કરી હતી. ભાવેશ બે ભાઇમાં મોટો અને અપરિણીત છે. તે મોરબીમાં ક્રિષ્ના હોટેલમાં નોકરી કરે છે. તેણે કહ્યું હતું કે અગાઉ મારા ભાઇ સાથે બાબુ, મકબુલ સહિતને માથાકુટ થઇ હોઇ તેનો કેસ કર્યો હતો. આ કારણે મનદુઃખ ચાલતુ હતું. હું ચાલીને નીકળતાં સામુ જોવા મામલે હુમલો કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
