<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ભાવનગરમાં કારની ટક્કરે બાઇક ચાલક આધેડનું મોત

કાર ચાલકે નિયંત્રણ ગુમાવીને નજીકની દીવાલ અને પિલર પણ તોડી નાખ્‍યા

 ભાવનગર તા.૨૯: સરદારનગર વિસ્‍તારમાં  પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઇક સવાર આધેડને અડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્‍યું છે.

માહિતી અનુસાર ભદ્રેશભાઈ નાનજીભાઈ ચૌહાણ (ઉં.વ. ૫૦) પોતાનું મોટરસાયકલ નંબર જીજે-૦૩-એચપી-૦૩૧૨ લઈને સરદારનગર નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કાર નંબર જીજે-૦૪-ઈઈ-૪૨૫૬ ના ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે ચલાવી બાઇકને ટક્કર મારી હતી. જ્‍યાં બાઇક ચાલક ભદ્રેશભાઈને ગંભીર ઇજા થતા તેમનું મોત થયું હતું.

જ્‍યારે કારની ટક્કર એટલી જોરદાર હતી કે કાર ચાલકે નિયંત્રણ ગુમાવીને નજીકની એક દીવાલ અને પિલર પણ તોડી નાખ્‍યા હતા. અકસ્‍માત સર્જાયા બાદ કાર ચાલક વાહન મૂકીને ઘટનાસ્‍થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ૧૧૨ પોલીસ ટીમ તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ ગંભીર બનાવને પગલે સ્‍થાનિક રહેવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્‍યો છે અને સરદારનગર સર્કલ નજીક વારંવાર થતા અકસ્‍માતો અટકાવવા ત્‍વરિત સ્‍પીડબ્રેકર મૂકવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.

(1:22 PM IST)