News of Tuesday, 28th July 2026
મેંદરડા ખાખી મઢી રામજી મંદિરે ગુરૂપૂર્ણિમા ઉજવાશે
પૂ.સુખરામદાસ બાપુના સાનિધ્યમાં ગુરૂપૂજન નુતન રામ મંદિરનું ભુમિ પૂજન ખાત મર્હુત મહાપ્રસાદનું આયોજન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૨૮: મેંદરડા ખાખી મઢી રામજી મંદિર ખાતે બુધવારના રોજ મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ પૂ.સુખરામદાસબાપુના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં કરશે.
જેમાં સવારે ૭ વાગ્યે ગુરૂપૂજનના કાર્યક્રમમાં પૂ.સુખરામદાસ બાપુ તેમના ગુરૂદેવ રામકિશોરદાસજી બાપુની ચરણ પાદુકાનું શાસ્ત્રોક્ત વિધીથી પૂજન કરશે. બાદમાં સેવક સમુદાય પૂ.સુખરામદાસ બાપુનું ભાવ પૂજન કરશે. અને સવારે ૧૦:૩૦ કલાકે નુતન રામજી મંદિરનું જે નિર્માણ થનાર છે તેનું ખાતમર્હુત ભુમિ પૂજન કરવામાં આવશે. અને બપોરે ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. તો આ પ્રસંગે સર્વે ગુરૂભક્તો ભાવિકોને લાભ લેવા પૂ.સુખરામદાસ બાપુએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
