તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 17th October 2026
શ્રીરામ-ભરત મિલાપ એ રામાયણનો સૌથી મહત્વપૂર્ણ પ્રસંગઃ પૂ. ભાઈશ્રી
પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂ. રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમા ૪૫માં શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના છઠ્ઠા નોરતે શ્રી રામચરિત પાઠ અનુષ્ઠાનની સાથે શ્રીહરિ મંદિરમાં શ્રી કરુણામયી માતાજીનો જળ પુષ્પાભિષેક મનોરથ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૭: પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં ચાલી રહેલા ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના છઠ્ઠા નોરતે શ્રી રામચરિત પાઠ અનુષ્ઠાનની સાથે શ્રીહરિ મંદિરમાં શ્રી કરુણામયી માતાજીનો જળપુષ્પાભિષેક મનોરથ સંપન્ન થયો.
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ અંતર્ગત છઠ્ઠા નોરતે પ્રતિદિન અનુસાર મનોરથી પરિવાર દ્વારા શ્રીરામચરિત માનસની ગ્રંથપૂજા તથા ઋષિકુમારો દ્વારા વેદપાઠ થયા બાદ શ્રીરામચરિત માનસ ગાયન પૂર્વે પૂજ્ય ભાઈશ્રીએ શ્રીરામચરિત માનસ પાઠના છઠ્ઠા દિવસના પાઠ વિશે જણાવ્યું કે આપણે છઠ્ઠા દિવસની પાઠની યાત્રા શેષ રહેલા અયોધ્યાકાંડથી શરુ કરવાની છે તેની સાથે અયોધ્યાકાંડનું મહત્ત્વ દર્શાવતા જણાવ્યું કે રામાયણના અયોધ્યાકાંડમાં શ્રીરામ-ભરત મિલાપ પ્રસંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એટલે હું ઘણીવાર કહુ છુ. શ્રીમદ્ ભાગવતના દશમ સ્કન્ધમાં જે સ્થાન રાસલીલાનું છે. રાસપંચાધ્યાયી જ શ્રીમદ્ ભાગવતજીના પંચપ્રાણ છે. એમાં જીવ શિવની એકતાની વાત છે. એ જ વાત શ્રીરામચરિત માનસના અયોધ્યા કાંડમાં છે શ્રીરામ અને શ્રીભરતજી મિલનની કથામાં છે. આ રામાયણની અલગ પ્રકારની મર્યાદાપૂર્ણ રાસલીલા છે. આ પણ આત્મા પરમાત્માના મિલનની કથા છે.
શારદીય નવરાત્રિ છઠ્ઠા નોરતે શ્રીહરિ મંદિરમાં સાયં આરતી બાદ કરુણામયી માંનો જલ-પુષ્પાભિષેક મનોરથ સંપન્ન કરવામાં આવ્યો. પૂજ્ય ભાઈશ્રી મનોરથી શ્રી વિજયભાઈ તાપડીયાજી દ્વારા કરુણામયી મા ને પંચામળતથી અને કેસર-મિશ્રિત જલ દ્વારા તેમજ વિવિધ ફળના રસ, વિવિધ પૂજા દ્રવ્યોથી યુક્ત જળ અને વિવિધ સુગંધિત પુષ્પો વડે શાષાોક્ત વિધિ સાથે મંત્રોચ્ચાર સાથે તેમજ માતાજીના સંકીર્તન-ભજન સાથે અભિષેક કરવામાં આવ્યો. અભિષેક બાદ પૂજ્ય ભાઈશ્રી તથા મનોરથી પરિવાર દ્વારા આરતી સંપન્ન કરવામાં આવી. આ દિવ્ય અભિષેકવિધિની ઝાંખીના દર્શન કરવા માટે અનેક ભક્તો પ્રત્યક્ષ અને sandipani.tv ના માધ્યમથી પરોક્ષ રીતે જોડાયા હતા.
સાંદીપનિમાં ચાલી રહેલા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમ અંતર્ગત શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાન, શ્રીભક્તમાલ કથા તથા શ્રીહરિ મંદિરમાં ચાલી રહેલા વિવિધ મનોરથના દર્શનનો લ્હાવો લેવા માટે પોરબંદર તેમજ આસપાસના વિસ્તારોમાંથી દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે. તે સૌ ભાવિકો માટે વિશાળ ડોમમાં ભોજનપ્રસાદની ઉત્તમ વ્યવસ્થા રાખવામાં આવેલ છે..દરરોજ અનુષ્ઠાન તથા દર્શને આવતા હજારો ભાવિકો ભક્તિ સાથે ભોજનપ્રસાદનો પણ લ્હાવો લઈ રહ્યા છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
