<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

થાનગઢના વેલાળા અને જામવાળીની સીમમાં ગેરકાયદે કોલસા ખનન સામે પોલીસની મોટી કાર્યવાહી

500 ટન કોલસો અને સાધનો સહિત કુલ 25.75 લાખનો મુદ્દામાલ જપ્ત :ખનિજ ચોરોમાં ભારે ફફડાટ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં ચાલતી ગેરકાયદે કોલસા ચોરી અને ખનનની પ્રવૃત્તિઓ પર વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સકંજો કસાવામાં આવ્યો છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે વેલાળા અને જામવાળી ગામની સીમમાં અચાનક સઘન દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. 

  આ દરોડા દરમિયાન વેલાળા વિસ્તારમાંથી 100 ટન કોલસો અને 8.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ તથા જામવાળી વિસ્તારમાંથી 400 ટન કોલસો અને 17.65 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી કુલ 500 ટન જેટલો શંકાસ્પદ કોલસો અને સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પકડવામાં આવેલા આ અંદાજે 25.75 લાખ રૂપિયાના સમગ્ર મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ખાણ ખનિજ વિભાગને સુપરપ્રત કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ખનિજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(11:43 PM IST)