News of Saturday, 12th September 2026
બાબરા પાસે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીઃ ૧૯૬૮ બોટલ સાથે આરોપી ઝડપાયો
એમ્બ્યુલન્સમાં ચોરખાનામાં દારૂ છૂપાવ્યો'તોઃ બાબરા પોલીસ સર્વેલન્સ ટીમની કાર્યવાહી

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા.૧૨: ભાવનગર-રાજકોટ હાઇવે પર એમ્બ્યુલન્સમાં ચોરખાનામાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૧૯૬૮ કિ.રૂ.૩,૫૬,૬૮૮/- તથા એમ્બ્યુલન્સ વાહન સહિત કુલ કિ.રૂ.૧૦,૬૬,૬૮૮/- ના પ્રોહી. મુદ્દામાલ સાથે બાબરા પોલીસ સર્વેલન્સ ટીમે આરોપીને ઝડપી લીધો છે.
ભાવનગર રેન્જ આઇ.જી.પી. આર.વી.અસારીતથા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂ-જુગારની પ્રવળતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેછડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, અને શ્રી ચિરાગ દેસાઇ સાહેબ ઇન્ચા.વિભાગીય પોલીસ અધિકારી લાઠી વિભાગ નાઓએ દારૂ જુગારની પ્રવળતિ કરતા ઇસમોને પકડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ.
જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ આર.આર.પરમારની રાહબરી હેઠળ બાબરા પોલીસ ટીમ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઇ. કિરણભાઇ સોલંકી તથા હેડ કોન્સ. રાજભા વાઘેલાને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એક પ્રાઇવેટ એમ્બ્યુલન્સ રાજકોટ ભાવનગર હાઇવે પરથી પસાર થનાર છે જે અનુસંધાને પોલીસ સ્ટાફ આંબલીધાર વટીને ઉંટવડ જતા હાઇવે પર વોચમાં ઉભા રહેલ અને બાતમીવાળી એમ્બ્યુલન્સ નિકળતા ઇશારો કરી એમ્બ્યુલન્સ ઉભી રખાવી વાહનચાલકને નીચે ઉતારી એમ્બ્યુલન્સ ચેક કરતા ચોરખાનું બનાવેલ હોય જે ખોલી જોતા અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો હોય જે બોટલો ગણી જોતા ૧૮૦ મી.લી. નંગ-૧૯૬૮, કિં.રૂ.૩,૫૬,૬૮૮/- તથા એમ્બ્યુલન્સ વાહન કિં.રૂ.૭,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/- ગણી કુલ કિં.રૂ.૧૦,૬૬,૬૮૮/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે તેમજ એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ છે. પોલીસે સાગર ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ ઉ.વ.૩૪ રહે.ગોંડલ, મોટી બજાર, તા.ગોંડલ જી.રાજકોટને ઝડપી લીધો છે.
આ કામગીરી પો.ઇન્સ. આર.આર. પરમાર, એ.એસ.આઇ. કિરણભાઇ સોલંકી, હેડ કોન્સ. રાજભા વાઘેલા, હેડ કોન્સ. રમેશભાઇ કોતર, પો.કોન્સ. જગદીશભાઇ રામાણી, પો.કોન્સ. ગોકળભાઇ રાતડીયા, પો.કોન્સ. વિજયભાઇ ચારડીયા, પો.કોન્સ. ભારતભાઇ મકવાણાએ કરી છે
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
