તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Wednesday, 13th May 2026
વિંછીયા પાસે દારૂનુ કટીંગ થતું'તું ને રૂરલ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી : ૧ર લાખના મુદામાલ સાથે પાંચ પકડાયા

વિંછીયા પાસે શીતળા માતાજીના ઢોરા નજીક હિતેષ રતાભાઇ રોજાસરા (રહે. વિંછીયાની વાડીમાં ક્રેટા કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી બળતા રુરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રુરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.પી.રાવ, પીએસઆઇ એચ.સી.ગોહીલ, કે.એમ.ચાવડા તથા પી.એન.ભરવાડની ટીમે દરોડો પાડી દારૂનો જથ્થો મંગાવનાર હિતેષ રોજાસરા, દિલીપ કનુભાઇ ચાવડા (રહે. મોટા માત્રા) કિશન હકાભાઇ તલસાણીયા (રહે. વિંછીયા) તથા દારૂનો જથ્થો ઉતારનાર મજુર રાહુલ તલસાણીયા (રહે. વિંછીયા) અને દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવનાર વિકાસ હરલાલ બિસ્નોઇ (રહે. રણોદર-રાજસ્થાન)ને વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૦ર૦, બીયરના ટીન ૩૮૪, પાંચ મોબાઇલ તથા ક્રેટા કાર મળી કુલ ૧ર,૮૧,૮૭રના મુદામાલ સાથે પકડી પાડી વિંછીયા પોલીસના હવાલે કર્યા હતા. આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ બાલક્રિષ્ન ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઇ બાવળીયા, જીતેન્દ્રભાઇ ગોહેલ, પો.કો. અમીતદાન સુરૂ, ભાવેશભાઇ મકવાણા તથા વિજયભાઇ સિંહાર સહીતનો સ્ટાફ જોડાયો હતો. તસ્વીરમાં પકડાયેલ પાંચેય શખ્સો અને દારૂનો જથ્થો નજરે પડે છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
