News of Friday, 19th June 2026
ગોંડલના દેવચડીના લીલાબેને ઝેર પીધું: દિકરા અને વહુએ મારકુટ કરી કાઢી મુક્યાનો આક્ષેપ
રાજકોટ સારવાર હેઠળઃ દાગીના પણ વહુએ પડાવી લીધાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૯: ગોંડલના દેવચડી ગામે રહેતાં લીલાબેન રવજીભાઇ ચાંડપા (ઉ.વ.૫૨) નામના મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોતાને પુત્ર-પુત્રવધૂએ મારકુટ કરી ઘરમાંથી કાઢી મુક્યાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
લીલાબેન ચાંડપા ગઇકાલે ઝેરી દવા પી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.
લીલાબેનના પતિ હયાત નથી. સંતાનમાં ત્રણ દિકરા છે. લીલાબેને આક્ષેપ કર્યો હતો કે મને એક દિકરો જ સારી રીતે રાખે છે. અન્ય દિકરો, વહુ મારકુટ કરી હેરાન કરે છે. મારા દાગીના પણ લઇ લીધા છે. હવે મને ઘરમાંથી કાઢી મુકતાં બે ત્રણ દિવસથી હું બહાર રહેતી હતી. કંટાળી જતાં આ પગલુ ભર્યુ છે. પોલીસે આક્ષેપો અંગે તપાસ શરૂ કરી છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
