<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવો : કથાકાર ડૉ. મહાદેવભાઈ પ્રસાદ મહેતાની અપીલ : જુઓ વિડીયો

વડાપ્રધાનના ૭૬મા જન્મદિવસે ઘર-ઘર અને મંદિરે-મંદિરે દીપ પ્રાગટ્ય કરી નિરામય સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા હાકલ : સૌરાષ્ટ્રભરમાં ઉજવણીમા સહભાગી થશો

ગીર સોમનાથ તા.૧૭ : ભારતના યશસ્વી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના આજે તા.૧૭ સપ્ટેમ્બરના રોજ ૭૬મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમની વૈવિધ્યસભર અને ભવ્ય ઉજવણી થાય તે માટે જાણીતા કથાકાર ડો. મહાદેવભાઈ પ્રસાદ મહેતાએ સમસ્ત નાગરિકોને ભાવભરી અપીલ કરી છે.

             જાણીતા કથાકાર ડો. મહાદેવભાઈ પ્રસાદ મહેતાએ વિડીયો સંદેશામાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા માટે સમર્પિત કર્યું છે. તેમનું નેતૃત્વ ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં અગ્રેસર છે. ત્યારે તેમનું નિરોગી આયુષ્ય અને નિરામય સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આપણે સૌએ આધ્યાત્મિક રીતે પ્રાર્થના કરવી જોઈએ.

                 તેમણે વધુમાં જણાવ્યું હતું કે દીપ એ જ્ઞાન, શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક છે. જ્યારે કરોડો હાથ એક સાથે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરશે ત્યારે તેની સકારાત્મક ઉર્જા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી ચોક્કસ પહોંચશે.

આ અંતર્ગત આજે ગુરુવારે સાંજે શહેરના વિવિધ મંદિરો, હનુમાનજી મંદિરો, શિવાલયો તેમજ દરેક નાગરિકના ઘરઆંગણે એક દીવો પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવશે.સૌરાષ્ટ્રભરના ભક્તો અને નાગરિકોને આ દિવ્ય કાર્યમાં જોડાવા માટે કથાકાર ડો. મહાદેવભાઈ પ્રસાદ મહેતાએ આહ્વાન કર્યું છે.

 

(9:41 AM IST)