<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈના ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ બનીએ: રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા

ભુજમાં યોજાયેલી સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી જોડાયા : કચ્છના પુનઃનિર્માણને ગણાવ્યું જાહેર જીવનની મોટી પ્રેરણા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૮ :  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષની ઉજવણી અંતર્ગત ભુજની લાલન કોલેજ ખાતે શ્રમ, કૌશલ્ય અને રોજગાર રાજ્યમંત્રી  કાંતિલાલ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં “વિકસિત ભારત સંકલ્પ” સભા યોજાઈ હતી. કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે નાગરિકોને પ્રતિબદ્ધ કર્યા હતા.

રાજ્યમંત્રી શ્રી અમૃતિયાએ નાગરિકોને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. જ્યારે અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની વિકાસયાત્રા, આયુષ્માન ભારત સહિતની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસની વાત કરી હતી.

વડાપ્રધાન શ્રી મોદીએ કચ્છના ભૂકંપ બાદ થયેલા પુનઃનિર્માણને યાદ કરતાં જણાવ્યું હતું કે કચ્છની પુનઃનિર્માણની શક્તિ તેમના જાહેર જીવનની સૌથી મોટી પ્રેરણા રહી છે. તેમણે નાગરિકોને “વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત”ના નિર્માણ માટે યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત નાગરિકોએ ૨૦૪૭ સુધી વિકસિત ભારત બનાવવાના સંકલ્પની શપથ લીધી હતી. કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્યો, જિલ્લા-નગરપાલિકાના પદાધિકારીઓ, કલેક્ટર સહિતના અધિકારીઓ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(9:31 AM IST)