<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ગુંદાસરા ગામે કટીંગ સમયે એલસીબી ત્રાટકીઃ ૧૩.૮૦ લાખના દારૂ સાથે બે પકડાયા

દારૂ મંગાવનાર શાપરના જયેશ ઉર્ફે ઢીંગલી સહિત ફરાર છ આરોપીઓની શોધખોળઃ કુલ રૂા. ૨૭ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ, તા. ૧૧: ગોંડલના ગુંદાસરા ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ સમયે રાજકોટ ગ્રામ્‍ય એલસીબીની ટીમે દરોડો પાડી  દારૂ અને બીયર ૧૩.૮૦ લાખના વિદેશી દારૂ સહિત કુલ રૂા. ૨૭.૨૪ લાખના મુદામાલ સાથે ટંકારા અને કલ્‍યાણપુર પંથકના બે આરોપીને પકડી ફરાર છ શખ્‍સોની શોધખોળ શરૂ કરી છે.

રાજકોટ રેન્‍જ નાયબ પોલીસ મહાનિરિક્ષક નિર્લીપ્‍ત રાય, પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સુચનાથી રાજકોટ ગ્રામ્‍ય એલસીબીનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે જયેશ  ઉર્ફે ઢીંગલી પ્રવિણભાઇ માંડલીક(રહે શાપર) ગુંદાસરા ગામની સીમમાં રાજ રૂપારેલીયાની વાડીમાં દારૂનો જથ્‍થો ઉતારી કટીંગ કરતો હોવાની મળેલી  બાતમીના આધારે દરોડો પડતા ત્‍યાં નાસ-ભાગ મચી ગઇ હતી. પોલીસે ત્‍યાંથી રૂા. ૧૩,ર૮,૯૭૬ ની કિંમતની વિદેશી દારૂની ૭પ૩૬ બોટલ, રૂા. પ૧ હજારના ૪૦૮ બીયરના ટીન, બે ફોન, દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલા બે કાર, બે બાઇક મળી કુલ રૂા. ર૭.ર૪ લાખના મુદામાલ સાથે કરણ ઉર્ફે બારોટ પ્રભુભાઇ લખધીર (ઉ.ર૬ રહે. આદર્શ સોસાયટી, પાળપીપળીયા, તા. લોધીકા મુળ વિરપર, તા. ટંકારા) અને હમીર પાલાભાઇ નકુમ, (ઉ.વ.૪૦ રહે. જામ ખીરસરા, તા. કલ્‍યાણપુર, દેવભૂમિ દ્વારકા)ને પકડી લીધા હતાં. જયારે ફરાર દારૂનો જથ્‍થો મંગાનાર જયેશ ઉર્ફે ઢીંગલી પ્રવિણભાઇ માંડલીક (રહે. શાપરા, વાડી માલીક રાજક મહેશભાઇ રૂપારેલીયા (રહે. રાજકોટ), જયેશ ઉર્ફે ઢીંગલીનો સાતરીત રાજ, બીપીન હમીરભાઇ સોલંકી (રહે. બન્ને શાપર), કેટાકાટ અને સ્‍વીફટ ડીઝાયર કારના ચાલક મળી છ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ કામગીરી એલસીબી રાજકોટ ગ્રામ્‍યના પીઆઇ જે. પી. રાવ, પીએસઆઇ એચ. સી. ગોહીલ, પીએસઆઇ કે. એમ. ચાવડા, આર. વી. ભીમાણી, પીએસઆઇ પી. એન. ભરવાડ તથા એએસઆઇ બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, એએસઆઇ બ્રીજરાજસિંહ જાડેજા, એએસઆઇ રોહિતભાઇ બકોત્રા, એચસી શીવરાજભાઇ ખાચર, એસસી છત્રપાલસિંહ જાડેજા, એચ.સી. પ્રતાપસિંહ સોલંકી, એચસી અલ્‍પેશભાઇ રાઠોડે કરી હતી. (૩

(10:46 AM IST)