News of Tuesday, 20th October 2026
કચ્છના મુન્દ્રામાં નકલી પોલીસ બની હોટલમાં લૂંટ, સંચાલકને માર માર્યો
ત્રણ લાખની ખંડણીની માંગણીનો આક્ષેપ, રૂ. ૪૦ હજારની રોકડ અને ચાર મોબાઈલ ફોન લઈ શખ્સ ફરાર

ભુજ તા.૨૦ : કચ્છના મુન્દ્રામાં રતાડિયા ગામની સીમમાં નેશનલ હાઈવે નજીક આવેલી ન્યૂ બાબા રામદેવ હોટલના સંચાલક લખમારામ ઉર્ફે લિખમારામ સોનારામ ગોદારાએ પ્રાગપર પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 18 ઓક્ટોબરની સવારે પોલીસકર્મી હોવાની ખોટી ઓળખ આપી હોટલે આવેલા શખ્સે સંચાલક અને કર્મચારીઓ સાથે મારપીટ કરી ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. શખ્સ સંચાલકના ખિસ્સામાંથી રૂ. ૨૦ હજાર રોકડા અને આશરે રૂ. ૨૦ હજારની કિંમતના ચાર મોબાઈલ ફોન લઈ ફરાર થયો હોવાનો આક્ષેપ છે. પ્રાગપર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
